મોબાઇલ પર ગ્રાહકો સાથે કનેક્ટ થવા માટે મૂવી સ્ટુડિયો, ટીવી નેટવર્ક, વાર્તા કહેવાની કલા ધરાવતા લોકો, ગેમના પબ્લિશર અને રમતગમતની લીગની ટીમ Tenor સાથે જોડાય છે જેનાથી GIFની જોવાયાની અને શેર કરવાની સંખ્યા વધવાથી આમાં વૃદ્ધિ થાય છે:
આગામી Justice League ફિલ્મ માટે, Warner Brothers ખૂબ જ અપેક્ષિત ટ્રેલરમાંથી GIFs બતાવવા માટે Tenor સાથે જોડાયા છે. ટ્રેલર રિલીઝ થવાના 5 દિવસથી પણ ઓછા સમયમાં, Tenor દ્વારા Justice Leagueના GIF કન્ટેન્ટ માટે 9 કરોડથી વધુ જોવાયાની સંખ્યા અને સેંકડોમાં સીધા શેર કરવાની સંખ્યા જનરેટ કરવામાં આવી હતી, જેનાથી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સમયે એંગેજમેન્ટમાં ખૂબ વધારો થયો હતો.
Netflix જોવા માટે દર્શકોને કનેક્ટ કરવાનો પડકાર એ શેડ્યૂલ કરેલું કન્ટેન્ટ એક વાર બતાવતા ટેલિવિઝનથી સ્પષ્ટપણે અલગ છે. Netflix શોની GIFs શો રિલીઝ થવા સુધીના અઠવાડિયામાં વધુને વધુ ચર્ચિત બનતી જાય છે, તેથી GIFsનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ધ્યાન આકર્ષિત કરવા માટે, Netflix 'Tenor' સાથે જોડાયું છે, જેનાથી તેના શો Narcos, Narcos, Master of None, The Crown અને Will Smithની આગામી ફિલ્મ Bright માટે દર્શકોને કનેક્ટ કરીને જાળવી શકાય.
Showtimeને તેના નવા શો Billions માટે Tenorની મૂલ્યવાન જાણકારી મળી છે અને સીરિઝની 10મી વર્ષગાંઠ માટે Dexter કન્ટેન્ટને ફરી બતાવતી વખતે Tenor સાથે કામ કરવામાં તાજેતરમાં સફળતા પણ મળી છે. ચર્ચિત પ્રસારિત કન્ટેન્ટ બતાવવા ઉપરાંત, જૂના કન્ટેન્ટનો લાભ લેવો અને ગ્રાહકમાં ફરી ઉત્સાહ જગાડનારી GIF વ્યૂહરચના બનાવવી એ Tenorના ભાગીદારની સફળતા માટેની ટીમની સશક્ત લાક્ષણિકતાઓ છે.
20 કરોડથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓને સેવા આપતું અને 20 કરોડથી વધુ દૈનિક શોધ વિનંતીઓની પ્રક્રિયા કરતું Tenor એ સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકાસ કરતું મોબાઇલ GIF-શેરિંગ પ્લૅટફૉર્મ છે. અમારી GIF Keyboard ઍપ એ iOS અને Android બન્ને પર તેની કૅટેગરીમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી ઍપ છે. અને અમે Apple iMessage, Facebook Messenger, WhatsApp, Google Gboard, Kik, LinkedIn, Touchpal સહિત અન્ય ભાગીદારો માટે GIF-શેરિંગની સુવિધા સંચાલિત કરીએ છીએ.
Tenorનો ભાવનાત્મક ગ્રાફ વાતને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરતી GIFs સાથે 4 અબજ વિવિધ શોધ શબ્દોને જોડે છે. Tenorના કન્ટેન્ટ માટેના ભાગીદાર તરીકે, અમે તમારી GIFsને મેળ કરતા આ સશક્ત એન્જિનમાં એકીકૃત કરીશું અને તમારું કન્ટેન્ટ સંબંધિત શોધ પરિણામોમાં બતાવીશું -- જેનાથી ગ્રાહકો માટે તેને શોધવાનું, શેર કરવાનું અને તેને માણવાનું સરળ બનશે.
Tenorના ભાગીદાર તરીકે તમને આનાથી લાભ થશે:
મોબાઇલ મેસેજિંગમાં ગ્રાહકનું એંગેજમેન્ટ વધારવા માટે ખૂબ યોગ્ય GIF કન્ટેન્ટ બનાવવા અને પસંદ કરવા માટે, Tenorના ભાગીદારની સફળતા માટેની ટીમ તમારી સાથે મળીને કામ કરશે. અમે તમારું કન્ટેન્ટ અમારી સિસ્ટમમાં ટ્રાન્સફર કરીશું અને તેને મોબાઇલ ડિલિવરી માટે ઑપ્ટિમાઇઝ કરીશું. Tenorનો ભાવનાત્મક ગ્રાફ તમારા કન્ટેન્ટને સંબંધિત શોધ શબ્દો સાથે જોડશે અને જ્યારે અમારા 20 કરોડથી વધુ વપરાશકર્તાઓ તેમના વિચારો અને લાગણીઓને પરિવારજનો અને મિત્રો સમક્ષ વ્યક્ત કરવા માટે સાવ યોગ્ય GIF શોધતા હોય, ત્યારે તે કન્ટેન્ટ બતાવશે.
પહેલું પગલું: ચાલો, આપણે વાત કરીએ! મોબાઇલ GIF શેરિંગ વડે ચાહકોનો સમુદાય વધારવા માટે, હમણાં જ અમારો સંપર્ક કરો.